જમ્મુ-કાશ્મીર: બરફના તોફાને મચાવી તબાહી, 5 જવાન શહીદ, પાંચ નાગરિકના મોત
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં થઈ રહેલા સતત સ્નોફોલના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોના મોત થયા છે. જેમાં સુરક્ષાદળોના 5 જવાનો પણ સામેલ છે. સેનાના 4 જવાનો માછીલ સેક્ટરમાં શહીદ થયા જ્યારે બીએસએફ (BSF) નો એક જવાન નૌગામ સેક્ટરમાં શહીદ થયો.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં થઈ રહેલા સતત સ્નોફોલના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોના મોત થયા છે. જેમાં સુરક્ષાદળોના 5 જવાનો પણ સામેલ છે. સેનાના 4 જવાનો માછીલ સેક્ટરમાં શહીદ થયા જ્યારે બીએસએફ (BSF) નો એક જવાન નૌગામ સેક્ટરમાં શહીદ થયો. સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા 48 કલાકમાં ભારે બરફવરષાના કારણે ઉત્તર કાશ્મીરમાં અનેક જગ્યાએ હિમસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. જેમાં 5 જવાનોએ પણ પોતાના જીવ ગુમાવ્યાં. જ્યારે હિમસ્ખલનમાં અનેક જવાનોને રેસ્ક્યુ પણ કરાયા છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા, અને ગાંદરબલ જિલ્લામાં હિમસ્ખલને અનેક ઘરોને પોતાની ચપેટમાં લીધા છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અભિયાનમાં જોડાયેલા છે. અત્યાર સુધી 5 લોકોને બચાવવામાં આવ્યાં છે. અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાની આશંકા છે.
નિર્ભયા કેસના આરોપીઓને 22 જાન્યુઆરીએ ફાંસી નક્કી, SC એ નકારી 2 ક્યૂરેટિવ પિટીશન
ઘાટીમાં ચારેબાજુ બરફની સફેદ ચાદર બિછાયેલી છે. બરફવર્ષાના કારણે કાશ્મીર પહોંચેલા પર્યટકો તો ખુશ છે પરંતુ કાશ્મીરીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. એકબાજુ કાશ્મીરને દેશ સાથે જોડતા તમામ રાજમાર્ગો બંધ કરાયા છે તો બીજી બાજુ વિસ્તારોમાં 3 દિવસથી વીજળી ગુલ છે. અધિકારીઓને રાજમાર્ગોને સાફ કરાવવામાં અને ફરીથી ખોલવામાં તથા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવામાં મુશ્કેલીઓ પડી રહી છે કારણ કે હજુ પણ હવામાન ખુબ ખરાબ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube